અંધજન શિક્ષણ મંડળ સુરત સંચાલિત અંધજન શાળામાં તા.૦૩-૧૨-૨૦૨૧ ના રોજ વિશ્વ વિકલાંગદિનની ઉજવણીના ભાગરૂપે ફિલ્મીગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરી વિજેતા બન્યા હતા. તેમને રોકડ પારિતોષિક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. તા.૦૪-૦૧-૨૦૨૨ ના રોજ લૂઈ બ્રેઇલની જન્મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે શાળાના ધોરણ- ૩ થી ૧૨ ના વિધાર્થીઓએ બ્રેઇલ લેખન અને વાંચન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ત્રણ વિભાગમાં આયોજન કરી પ્રથમ ત્રણ ક્રમાંક આપી વિધાર્થીઓ વિજેતા બન્યા હતા. તેમને પણ રોકડ પારિતોષિક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ શાળાના બાળકો માટે વેક્સીનનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ફિલ્મીગીતના વિજેતા વિધાર્થીઓને પ્રાથમિક વિભાગના શિક્ષકશ્રી શશીકાંતભાઇ જાદવ તરફથી આપવામાં આવ્યા હતા જયારે બ્રેઇલ લેખન-વાંચન સ્પર્ધાના સ્પર્ધકોને શાળા તરફથી રોકડ પારિતોષિક અર્પણ કરવામાં આવ્યા હતા. ઉપરોકત તમામ વિજેતા વિધાર્થીઓને સંચાલક મંડળના હોદ્દેદારો, આચાર્યાશ્રી, શિક્ષકો તથા સમગ્ર શાળા પરિવારે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.