અંધજન શાળામાં “ 80મો સ્વાતંત્ર્યદિન પર્વની ઉજવણી અને મોબિલિટી/જીમરૂમનું ઉદઘાટન”
તા.15/8/2026
અંધજન શિક્ષણ મંડળ સુરત સંચાલિત અંધજન શાળામાં તા.15/8/2026 ના રોજ 80મો સ્વાતંત્ર્યદિનની ઉજવણી મુખ્ય મહેમાનશ્રી રૂકસાર પિંજારી ભૂતપૂર્વ વિદ્યાર્થીની ધો-12 બોર્ડની પરીક્ષા લેપટોપ પર આપી 86% મેળવી શાળામાં પ્રથમ ક્રમે આવનાર) ના વરદહસ્તે કરવામાં આવી હતી. શાળાના આચાર્યાશ્રી મનીષાબેન ગજ્જર એ સ્વાતંત્ર્ય દિન પર્વ નિમિત્તે ઉપસ્થિત મુખ્ય મહેમાનશ્રી નો પરિચય કરાવ્યો હતો ત્યારબાદ પિંજારી રૂકસારે પ્રાસંગિક ઉદ્બોધન અને પ્રવચન કરતા જણાવ્યું હતું કે ભારત દેશને આઝાદી પ્રાપ્ત કરવામાં અનેક વીરો શૂરવીરોનો અમૂલ્ય ફાળો છે જેનો સ્મરણ કરાવતા શાળાના બાળકોને સ્વ અને દેશનું નામ રોશન કરતા રહો એવું પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ 15મી ઓગસ્ટના શુભદીને શાળાનું નવું નજરાણુ મોબીલીટી/જીમરૂમનું ઉદઘાટન સંસ્થાના પ્રમુખશ્રી આનંદભાઈ ચોખાવાળા,ઉપપ્રમુખશ્રી જયંતીભાઈ ચોકસી, સહ હોદ્દેદારોશ્રીઓ શાળાના આચાર્યાશ્રી મનીષાબેન ગજ્જર તથા અખંડ મહિલા સમિતિના લેડીઝ ક્લબ ગેઈલ હજીરા કોર્પોરેશન, મહાવીર ઇન્ટરનેશનલ દ્રષ્ટિ કેન્દ્ર સુરત અને SBI બેંક દાતાશ્રીઓના સહયોગથી જીમરૂમ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેના હેતુ પ્રજ્ઞાચક્ષુ બાળકોને કસરત કરી પોતાનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખી શકે. સ્વાતંત્ર્યપર્વ નિમિત્તે સંસ્થાના પ્રમુખશ્રી આનંદભાઈ ચોખાવાળા, ઉપ-પ્રમુખશ્રી જયંતભાઈ ચોખાવાળા,સહઉદેદારશ્રીઓ,શાળાના આચાર્યાશ્રી મનીષાબેન ગજ્જર, સારસ્વત મિત્રો, વિદ્યાર્થી, ભાઈ-બહેનો તથા આમંત્રિત મહેમાનો અને સેવાભાવી સંસ્થાઓ ઉપસ્થિત રહી સ્વાતંત્ર દિનની હર્ષોઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી.