તારીખ-22-9-2026 અંધજન શાળાસેવા મેરા યોગદાન કાર્યક્રમ યોજાયો,
અંધજન શિક્ષણ મંડળ સુરત સંચાલિત અંધજન શાળામાં શાળાના આચાર્યશ્રી મનિષાબેન ગજ્જરના આયોજન હેઠળ નાયબ નિયામક સમાજ સુરક્ષા ની કચેરી સુરત ના પરિપત્ર ના અનુસંધાન માં "સેવા મેરા યોગદાન "ઝુંબેશ અંતર્ગત શાળા માં વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ના આરંભ માં ડૉ ઉષાબેન ચોધરી એ આજના કાર્યકર્મ સેવા મેરા યોગદાન વિશે જણાવતા જણાવ્યું કે આજે બાળકો ને તિથિ ભોજન કરાવવું અને આનુસંગિક સેવાકીય પ્રવૃત્તિઓ કરવી જેમાં કીટ વિતરણ સવારે કરવામાં આવ્યું હતું.અને સંગીત નૃત્ય અને વકૃત્વ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓ નું વક્તવ્ય રજૂ કરવાનું છે. કાર્યક્રમ માં પ્રથમ ગોંડલિયા ભૂમિકા દ્વારા શિવ તાંડવ નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું. સુમિત વૈશ્ય દ્વારા વિકસિત ભારત 2047 સેવા સંકલ્પ અભિયાન 2026 શિક્ષણ વિભાગ અંતર્ગત વકૃત્વ સ્પર્ધા નું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું .અને અંતમાં મનસ્વી મકવાણા દ્વારા વિકસિત ભારત --2047- સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભારત અને ગુજરાતનો વિકાસ દર્શાવતું ગીત રજૂ કરી સેવા મેરા યોગદાન કાર્યક્રમને સફળ બનાવ્યું હતું. કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય શ્રીમનીષા બેન ગજ્જરે આજના કાર્યક્રમ સેવા મેરા યોગદાન ઝુંબેશ અંતર્ગત વિશે જાણકારી વિદ્યાર્થીઓને આપી હતી. સમગ્ર કાર્યક્રમની સંચાલન ડૉ ઉષાબેન ચોધરી એ કર્યું હતું.