તા-13-06-2026
અંધજન શિક્ષણ મંડળ સુરત સંચાલિત અંધજન શાળામાં તા -13-06-2026 ના રોજ મુખ્ય મહેમાન શ્રી શ્રીકાંત બોલા ( પ્રજ્ઞાચક્ષુ ઉદ્યોગપતિ આંધ્ર પ્રદેશ સ્થિત) અને શ્રીકાંત ફિલ્મના ઓરિજનલ હીરો શ્રી શ્રીકાંત બોલા ) ના અધ્યક્ષ સ્થાને મોટીવેશનલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનો આરંભ શાળાના બાળકો દ્વારા પ્રસ્તુત પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સંસ્થાના મંત્રી શ્રી આશિષભાઈ વકીલે સ્વાગત પ્રવચન કરી મુખ્ય મહેમાન શ્રી શ્રીકાંત બોલા ને સ્મૃતિ ભેટ અર્પણ કરીસન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય શ્રી મનિષાબેન ગજજરે મુખ્ય મહેમાન શ્રી નો વિસ્તૃત પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ મુખ્ય મહેમાન શ્રીકાંત બોલાએ મોટીવેશનલ કાર્યક્રમના સંદર્ભે પ્રાસંગિક ઉદબોધન અને પ્રવચન કરતા જણાવ્યું હતું કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ- વિદ્યાર્થીઓ ના જીવનમાં અપાર મુશ્કેલીઓ આવતી હોય છે.ત્યારે એ મુશ્કેલીઓથી ડર્યા વગર સામનો કરવો જોઈએ .તથા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ -વિદ્યાર્થીઓ માટે પણ જીવનમાં કંઈ પણ અશક્ય છે જ નહીં. જીવનમાં જે ઉચ્ચતમ ધ્યેય રાખી ચોક્કસપણે તેને પ્રાપ્ત કરવા જ જોઈએ. તથા વધુમાં સ્વનું દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે વિકલાંગતા સફળતામાં અવરોધ નથી અને વિકલાંગ વ્યક્તિઓ સમગ્ર કાર્ય બળ અને સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપી શકે છે એમ પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી જયંત ભાઈ ચોકસી એ કરી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો ઉષાબેન ચૌધરી એ કર્યું હતુ.