અંધજન શિક્ષણ મંડળ સુરત સંચાલિત અંધજન શાળામાં તારીખ 3/4/2025 ના રોજ જીવન ભારતી રંગ ભવન ખાતે કૃષ્ણ ભગવાનના થીમ પર વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે કે પી ગ્રુપ ના ફાઉન્ડર ડો. ફારુક જી પટેલ મુખ્ય મહેમાનશ્રી તરીકે અને ડો ભગીરથસિંહ પરમાર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સુરત હિમાંશુભાઈ બારોટ શિક્ષણ નિરીક્ષકશ્રી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ની કચેરી સુરત અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ સ્વાગત નૃત્ય નટખટ કૃષ્ણ ગીત સમૂહ ગીત ગ્રુપ મેડલી રાસ નાટક ગરબો કૃષ્ણ લીલા જેવી વિવિધ કૃતિઓ પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી મહેમાનશ્રીનું સ્વાગત સંસ્થાના પ્રમુખ શ્રી આનંદભાઈ ચોખાવાળા મુખ્ય મહેમાનશ્રીનો પરિચય ઉપપ્રમુખશ્રી જયંતભાઈ ચોકસી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો વર્ષ દરમિયાન શાળાના રાષ્ટ્રીય રાજ્ય અને જિલ્લા કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓનું મુખ્ય મહેમાન અને અતિથિ વિષય શ્રીના હસ્તે શાળાના આચાર્ય મનિષાબેન ગજ્જર દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કૃષ્ણ ભગવાનના થીમ પર વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખૂબ જ સરસ રીતે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ કૃતિઓ રજૂ કરી હતી મુખ્ય મહેમાનશ્રી ડો. ફારુક જી .પટેલ સંસ્થાની જે પણ મદદની જરૂર હશે તેના માટે તેઓ તત્પર રહેશે અતિથિ વિશેષશ્રી ડો ભગીરથસિંહ પરમાર સાહેબે પણ સંસ્થાને મદદરૂપ થવાની ભાવના અને શાળાની કામગીરીને બિરદાવી હતી